પ્રકરણ - ૬૦ કર્તવ્ય પોતાની ગાડીમાં બેઠો ત્યાં અચાનક જ એને મગજમાં ઝબકારો થયો. કંઈ ભયનાં એધાણ આવવા લાગ્યાં ત્યાં જ એને ઉત્સવને ફોન કર્યો. એ પણ ઝડપથી ગાડી ભગાવતો જવા લાગ્યો. પણ આજે કદાચ એ થોડું અંતર પણ માઈલો દૂર હોય એવું લાગી રહ્યું છે. એણે શક્ય તેટલી ઝડપથી ગાડી હંકારવાની કોશિષ ત્યાં જ એક ટ્રાફિક સિગ્નલ પાસે ગાડી નાછુટકે થંભી ગઈ. શહેરનાં આ મધ્ય વિસ્તારના ભરચક ટ્રાફિકમાંથી હવે આગળ વધવું તો દૂર પણ પાછાં ફરવું પણ શક્ય નથી. એને મનોમન ગુસ્સો આવવા લાગ્યો સાથે જ કોઈ ચિંતા એના મનને સતત કોરી ખાઈ રહી છે. એણે એક નંબર પર