પ્રતિક્ષા પ્રકરણ-6 (અંતિમ પ્રકરણ) “સોરી અર્જુન....! તને આપેલી દરેક તકલીફ માટે....!” ફરીવાર પોતાની આંખો લૂંછતાં-લૂંછતાં પ્રતિક્ષા પાછી ફરી અને ત્યાંથી જવાં લાગી. “ટ્રીન.....ટ્રીન.....ટ્રીન.....!” પ્રતિક્ષા હજીતો થોડે દૂર પહોંચીજ હતી ત્યાંજ તેણીનો મોબાઈલ રણકી ઉઠ્યો. ધ્રૂજતાં હાથે પ્રતિક્ષાએ પોતાનો મોબાઈલ જોયો. નંબર વિવેકનોજ હતો. પણ પ્રતિક્ષા જાણતી હતી કે વિવેકના નંબર ઉપરથી કોણે ફોન કર્યો હશે. ધકડતા હ્રદયે પ્રતિક્ષાએ કૉલ રિસીવ કર્યો. “હ...હેલ્લો....!” પ્રતિક્ષા માંડ બોલી. “તારાં હીરો જોડે વાત કરાય...!” સામેથી એજ કીડનેપરનો કરડાકી ભર્યો અવાજ સંભળાયો. “હ...હું...અ...!” “હું હું શું કરે છે...સાલી...! ફોન આપ એને...!”