જવાની જવા ની છે

  • 2.6k
  • 4
  • 744

જવાનીનો જસ્બાત અને વાર્ધ્યક્ય ની વિમાસણજવાની તો જવા ની છે અને તે પાછી ફરવાની નથી. જીવન ક્રમમાં યુવાની ટકતી નથી અને ઘડપણ અટકતું નથી. અવિરત, સતત અને નિરંતર જીવનયાત્રા ચાલતી જ રહે છે. આપણે બાળપણની જીજ્ઞાશા અને મુગ્ધતા, યુવાનીની સાહસિકતા અને હિંમત તથા ઘડપણ મા ધીરજ અને પ્રેમ ને સાચવી રાખવાના છે. જયાં જેની જરૂર પડે તેનો ત્યાં ઉપયોગ કરવાથી જિંદગી ની પળો હસીન અને રંગીન રહે છે. બાળપણની જીદ, યુવાનીની ઊર્જા અને ઘડપણમાં અનુભવ જિંદગી ના હર કદમ ઉપર તાલ મિલાવે છે. જીવનમાં પરિપક્વતા, સૌજન્યતા અને સહનશીલતા હર મોડ ઉપર સફળતાની મંઝિલ નો માર્ગ દર્શાવે છે. મિત્રો, મીઠું બાળપણ, તીખી