ધરતી ને ધબકાર લીલું પાન વરસાદને વાલી વાદળી... આશા તૃષ્ણા બેય બેનડી ઝંખે આજીવન નરનાર.... ઓસના બિંદુ ઝાંખા પડે વરસે જો વરસાદ.... એક દિકરી વિદાય લેશે અને બીજી દિકરી અપેક્ષા પોતાનું ઘર કહેવાય કે નહીં પણ ત્યાં પગલાં પાડશે. આખરે મમતાબેનની આતુરતાનો અંત આવ્યો. અપેક્ષાને તેમના મામાના ઘરે થી વિદાય લઈને અંહીયા લઈ આવ્યા. અપેક્ષા મામાના ઘરે મોટી થઈ હોવાથી ઘરમાં બધા સાથે બહું હળીમળીને ખુલ્લાસથી વાતો ન કરી શકતી. હંમેશા ચૂપચાપ ખોવાયેલી રહેતી. પ્રકાશભાઈએ અંડાશયની ગાંઠ વાળી વાતને પૂર્ણવિરામ મૂકવાનું નક્કી