બાળ બોધકથાઓ - 5 - સુમતિદેવ

(15)
  • 20.8k
  • 3
  • 8.4k

બહું સમય પહેલાની આ વાત છે . એક રાજ્ય હતું . એ રાજ્યનું નામ હતું ઉદયગઢ . રાજા શોર્યવીરસિંહજી ના રાજમાં ઉદયગઢની પ્રજા ખૂબ સુખી અને સંતોષકારક જીવન જીવતી હતી . શોર્યવીરસિંહજી ના દરબારમાં ઘણા મંત્રીઓ હતા . પણ સહુથી વધુ બુદ્ધિશાળી અને વિવેક વિનય સંપન્ન મંત્રી હતા સુમતિદેવ . જે હંમેશા રાજાજીના ખાસ રહેતા રાજ્યનો કોઈ પણ નિર્ણય એમની મંત્રણા વગર ન લેવાતો . સુમતિદેવ હતા પણ એવા . પોતાની શ્રેષ્ઠ બુદ્ધિથી હંમેશા રાજાજીને યોગ્ય દિશા બતાવતાં . પ્રજાની સુખાકારી અને ન્યાય નું હંમેશા ધ્યાન રાખતા . સત્તાનો સદુપયોગ એમનો જીવનમંત્ર