માણસ ચોમાસું બની ગયો..!

  • 3.5k
  • 802

માણસ ચોમાસું બની જાય ત્યારે..! વડવાઓ ખજાનો ભલે ના મૂકી ગયા હોય, પણ કહેવતો એવી મૂકી ગયેલા કે, જીવવા માટે ધર્મગ્રંથો નહિ ઉથલાવીએ તો પણ કંઈ લુંટાય નહિ જાય. છડે ચોક કહી ગયાં છે કે, ‘આભ અને ગાભનો કોઈ ભરોસો નહિ..!’ એના ચોઘડોયા પણ ના હોય ને ટાઈમ ટેબલ પણ ના હોય..! જ્યારથી અક્કલના ફળ આવ્યા છે, (આ મારી માન્યતા છે..!) ત્યારથી મને એટલી જ ખબર કે, પાતાળમાંથી પ્રગટે એને પાણી કહેવાય, ને આકાશમાંથી ટપકે એને વરસાદ કહેવાય..! પાતાળમાંથી ફૂવ્વારો છૂટે તો ચોમાસું બેઠું એમ ના કહેવાય. એક વાત છે, રાજાઓ ના