અનંત સફરનાં સાથી - 34

(25)
  • 3.8k
  • 1
  • 1.6k

૩૪.રમત સવારનાં નવ વાગ્યે ડોક્ટર રાહીનો ચેકઅપ કરીને બહાર આવ્યાં. બધાનાં ચહેરાં પર ડોક્ટર શું કહેશે? એ વાતની મુંઝવણ સ્પષ્ટ રીતે વાંચી શકાતી હતી. પ્રવિણભાઈની જીદ્દનાં કારણે શ્યામ એ બંનેને અને પોતાનાં મમ્મી-પપ્પાને પણ હોસ્પિટલ લઈ આવ્યો હતો. બધાં ડોક્ટરને ઘેરીને ઉભાં રહી ગયાં. "રાહી હોશમાં આવી ગઈ છે." ડોક્ટરે સ્મિત સાથે કહ્યું. શિવાંશ એ સાંભળીને દરવાજા તરફ ભાગ્યો. "એક મિનિટ...તમારે અને રાહીને મળ્યાને કેટલો ટાઈમ થયો?" ડોક્ટરે સવાલનું તીર છોડ્યું. જેણે શિવાંશને તરત ઘાયલ કરી દીધો. "એક વર્ષમાં બસ એક મુલાકાત....એક અઠવાડિયા જેવું સાથે રહ્યાં." શિવાંશે જવાબ આપ્યો. "તો હું કહીશ કે તમે પહેલાં રાહીને નાં મળો તો સારું