"જીયા ને ભલે કંઈ યાદ ના હોય પરંતુ જ્યારે એક વાર લાગણી થઇ જાય છે ને....એ માણસની અંદર લાગણી ક્યારેય નથી મરતી એ ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી માણસ જીવતો હોય છે.......જીયા ને આજે જાણ પણ નહિ હોય કે એ તને પ્રેમ કરે છે પરંતુ એની અંદર ક્યાંક તારા પ્રત્યે લાગણી જરૂર છુપાયેલી હશે....અને એ લાગણી ને બહાર આપણે લાવીશું....."શ્રેયા બોલી રહી હતી."પણ કઈ રીતે.....?"નિહાર ઊંડા વિચાર માં પડી ગયો હોય એ રીતે બોલી રહ્યો હતો."ઈર્ષ્યા....."શ્રેયા બોલી."ઇર્ષા...?" કઈ ના સમજાયું હોય એ રીતે નિહાર બોલ્યો."હા ઇર્ષા ......જ્યારે કોઈ પ્રેમ માં ઇર્ષા ના જોવા મળે ને તો સમજી લેવાનું અહી