સુધા નિસર્ગ/હરિશ/નિરત/દૈત્ય ને જોતીજ રહી. 'તમારું સાચ્ચુ નામ શું છે?' એણે પુછ્યું. 'અમેય અમીત્ર. પણ મને મારું નામ સહેજ પણ નથી ગમતું. સ્મિતા ને પણ.' સ્મિતા આ રુમ ની બહાર ગઇ હતી. આ રુમ બહું નાનો હતો. સુધા એક ખુરસીમાં બેઠી હતી. તેની સામે એક ટેબલ હતું. અને તેની ડાબી બાજુ અમેય બેઠો હતો. સુધાના ગાલ ઉપર લોહી વહી રહ્યુ હતુ. અને તે ચીરા થી મન દુર કરવા તે અનેય સાથે વાત કરી રહી હતી. 'પણ મને તો તમારું નામ ગમ્યું.' 'અમેય નો મતલબ અજાણ થાય છે. ' 'ખોવાયેલા?' 'અજાણ. જેમ ભગવાન.' સ્મિતા કોઇકની જોડે ફોન પર વાત કરવા ગઇ