લીલો ઉજાસ - પ્રકરણ - ૭ - કારણ વગરનો સંબંધ – દિવ્યેશ ત્રિવેદી

(19)
  • 4k
  • 1
  • 1.5k

ઉદયે કોઈક આર્થિક વિટંબણાને કારણે જે આત્મહત્યા કરવા જેવું આત્યંતિક પગલું લીધું હશે અને એના મૂળમાં એણે ઝડપથી પૈસા કમાવવા માટે શૅરબજારમાં કોઈક દુસ્સાહસ કર્યું હશે એવો તર્ક લગભગ સૌ કોઈને ગળે ઊતરતો હતો. એનું કારણ એ હતું કે દેખીતી રીતે ઉદયને આત્મહત્યા માટે પ્રેરે એવા બીજા કોઈ સંજોગો દેખાતા નહોતા. અચાનક જયોતિબહેને ઘટસ્ફોટ કર્યો કે અર્ચના કહે છે કે એ ઉદયની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણે છે. એટલે સ્વાભાવિક જ બધાંની નજર અર્ચના પર સ્થિર થઈ ગઈ. જનાર્દનભાઈએ અર્ચનાને કહ્યું, “તને ખબર હોય તો બોલી નાંખ. એણે કોઈ જવાબદારી અધૂરી છોડી હોય તો એ પૂરી કરવાની