અર્થારોહિ - 3

  • 3.9k
  • 1
  • 1.5k

‌આગળના ભાગમાં જોયું કે અર્થ અને આરોહી ની મુલાકાત બાદ અજાણતાં જ અર્થના મનમાં આરોહી વસી જાય છે... બાદમાં અર્થ આરોહી પ્રત્યેની આ લાગણીથી મીઠી મૂંઝવણ અનુભવે છે... હવે આગળ.... * * * * * * * * * * * * * * * * થોડા જ દિવસોમાં કોલેજમાં બધું રાબેતામુજબ ચાલવા લાગ્યું. અર્થ બહેન કેયા સાથે બાઈક પર કોલેજ પહોંચ્યો. બાઇક પાર્કિંગ એરિયામાં પાર્ક કરી એ કેયા સાથે રોહન અને માનવ ઊભા હતા ત્યાં પહોંચ્યો. " જો મહાશય આવી ગયા.. ! હાઇ કેયા..." અર્થ અને કેયાને જોઈને રોહન બોલ્યો."હેલ્લો..." કેયાએ સહેજ સ્મિત સાથે જવાબ આપ્યો. અને પછી અર્થની સામે જોઇને