વિનિપાત

(19)
  • 9.5k
  • 2
  • 3.2k

આટલાં વર્ષે શિલ્પી હીરાધર ! ભાઈ ! તું તો ક્યાંથી હોય ? પણ તારી પ્રાણધારી કૃતિઓએ તો હદ કરી નાખી. એમણે તો તારી વિજયગાથા લલકારી - વડોદરા, પૂના કે દિલ્હીને આંગણે નાહિ - છેક સ્કૉટલેંડમાંથી લીલીછમ ડુંગરમાળાઓમાં. ઈ.સ. ૧૭૮૩નો સમય હતો. મરાઠી રાજ્યના છેલ્લા બે મહાપુરુષો - મહાદજી સિંધિયા અને નાના ફડનવીસ - પોતપોતાનું સ્વત્વ જાળવી રહ્યા હતા. મરાઠી સૈનિકોના તેજથી અંગ્રેજો ધ્રૂજતા હતા. હરિપંત ફડકે ને પરશુરામ ભાઉનાં નામ રણક્ષેત્રમાં જાદુઈ અસર ફેલાવતાં. ગુજરાતને આંગણે બેઠેલી અંગ્રેજી સત્તા મહાદજી સિંધિયાને નમતું આપતી હતી. એ વખતે શિલ્પી હીરાધરની યશકલગી જેવા ડભોઈમાં એક બનાવ બન્યો. અંગ્રેજો ભરૂચ અને આસપાસનો સઘળો પ્રદેશ