જેનો જવાબ નથી !

  • 6.3k
  • 1
  • 2.4k

કોઈએ જવાબ આપ્યો છે, કે નારંગી જેવી એક સામાન્ય જ્ઞાન ધરાવતી બાઈ એનો જવાબ આપી શકે ? એનો જવાબ કોઈની પાસે નથી. ભૂખ ને જાતીય લાગણી - એ બન્ને માણસને ક્યાંથી વળગ્યાં હશે ? એનો જવાબ કોઈ આપી શકે તેમ નથી. નારંગીએ તો પોતાના દિવસો નીકળી જાય માટે આ મંદિરે, તે મંદિરે, આ ભજનમંડળી, પેલી ભજનમંડળી, આ કથાવાર્તા, પેલી કથાવાર્તા, એમ ઠેકાણે ઠેકાણે ફરવાની ટેવ પાડી હતી. એમાંથી એને પોતાને પણ ખબર ન પડે તેમ એકાદ વખત એનો પગ લપસી પડ્યો. થઈ રહ્યું. કુદરતે કુદરતનું કામ કર્યું. એ બિચારી વિવશ થઈ ગઈ. ગભરાઈ ગઈ. એને પોતાની આબરૂની, લોકનિંદાની વાત થાય