એની સમજણ !

  • 6.2k
  • 2
  • 2.5k

તારીખ એકત્રીસમી ડિસેમ્બરે બરાબર સાડા નવ વાગે, બંગલાની સામેના ઉઘાડા ઝાંપામાંથી, એક વૃદ્ધ અંધ ડોસો પોતાના હાથમાં એક લાલ લાંબી વાજિંત્ર રાખવાની, ગવૈયાઓ રાખે છે તેવી મોટી કોથળી લઈને આવતો દેખાયો. તે માંડ માંડ ધીમે ધીમે પગલે ચાલી શકતો. ભાગ્યે જ ત્રણસો પગલાં આઘે પેલો મોટો બંગલો હતો. પણ એ બંગલામાંથી પગથિયાં સુધી પહોંચતાં એને ઠીક ઠીક વખત વીતી જતો. ઘણાં વર્ષોની ટેવ હતી એટલે આ રસ્તો એ અથડાવા વિના પસાર કરી શકતો. દર વર્ષે બરાબર એકત્રીસમી ડિસેમ્બરે એ દેખાતો. સાડા નવ વાગે આવતો, અને અરધોએક કલાક બંગલાના ખખડધજ, વૃદ્ધ, જર્જરિત, બહેરા અને દેવાદાર, મુફલિસ જેવા જમીનદાર પાસે એ પોતાની