માતાની માતા

  • 7.1k
  • 2
  • 3.1k

અમે પાછળ આવવાનો જે વખત કહ્યો હતો તેના કરતાં થોડા ને ઘણા ખાસ્સા અઢી કલાક અમે મોડા પડ્યા હતા. એટલે આશા તો ન હતી. ગમે તેવો સજ્જન વીશીવાળો હોય, તો પણ ઊની ઊની વાનગી રાખીને અત્યાર સુધી રાહ જોતો બેઠો હોય એ ન બને ! એણે ઢાંક્યું હશે ને ઠરીને ઠીકરું થયેલું ભોજન અઢી વાગે મળે એ ખોટું પણ ન કહેવાય ! તે છતાં વખત ઘણો જવાથી અમે કાંઈક સંકોચભર્યા ગુનાઈત માનસે વીશીમાં પ્રવેશ કર્યો. પણ અમને જોતાં જ જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ, સવારના જેટલા જ ઉમળકાભર્યા શબ્દોથી ડોસાને આવકાર આપતો સાંભળીને અમને પગમાં નવું જોમ આવ્યું