જીવનનું પ્રભાત

(12)
  • 7.6k
  • 2
  • 3.8k

મોરલા ટહુકે, લીલાંછમ જેવાં ખડ પથરાઈ જાય, અને સૃષ્ટિ નવું સૌંદર્ય ધરે એવો વરસાદ ન હતો. વૃષ્ટિ ન હતી, પવન પણ ન હતો; હતો આકાશ ને પૃથ્વી એક થાય તેવો, હાથીની સૂંઢ જેવો, પ્રલયના ભયંકર રૂપ જેવો, રાત અને દિવસનો, અખંડ અને પ્રચંડ, પૃથ્વીએ ન અનુભવેલો એવો બારે મેઘનો ધોધમાર હલ્લો. એક દિવસ નહિ, બે દિવસ નહિ. ત્રણ દિવસ નહિ, સાત-સાત દિવસ સુધી માણસો, પશુ, પંખી અને જડ સૃષ્ટિ બધાં, પોતાનાં ભાન અને ભેદ ભૂલીને, આકાશ સામે એક મીટ માંડીને જોઈ રહ્યાં હતાં કે ક્યાંય, એકાદ ધોળું વાદળું દેખાય છે ! એકરસ બનેલા સોયરા જેવા આસમાની આકાશમાં, દયાના બિંદુ જેવું