માણસાઈ

(17)
  • 2.9k
  • 2
  • 848

ચારો તરફ કોરોના વાઈરસનો ડર ફેલાયેલો હતો. બધી હોસ્પિટલો ફૂલ થઈ ગઈ હતી. દરેક હોસ્પિટલો ની આગળ એમ્બ્યુલન્સની લાંબી કતારો હતી. દરેક હોસ્પિટલમાં દર્દથી કણસતા દર્દીઓ હતા અને તેમના વાલીઓ ઇન્જેક્શન અને ઓકસીજન ની બોટલો લેવા જ્યાં ત્યાં રજળપાટ કરતા હતા. પરિસ્થિતિ જ એટલી ગંભીર થઈ ગઈ હતી કે મોબાઈલમાં આવતી કોઈની રીંગ, વૉટ્સેપમાં મુકાતું સ્ટેટ્સ, ફેસબુકમાં મુકાતી પોસ્ટ કે વૉટ્સએપમાં આવતા કોઈ મેસેજ ના ટોન માં પણ સતત એક ફફડાટ રહ્યા કરતો કે કોઈના મુત્યુના સમાચાર ના હોય તો સારું. અચાનક જ આવી પડેલી આ ગંભીર પરિસ્થિતિ સામે સરકાર પણ વામણી સાબિત થઈ હતી. આ