લવ બાઇટ્સ - પ્રકરણ-51

(122)
  • 6.5k
  • 5
  • 3.8k

લવ બાઇટ્સપ્રકરણ-51 બીજા દિવસે સવારે સ્તુતિ વહેલી ઉઠીને તૈયાર થઇ ગઇ. સ્તવનને મળવાની ઉત્કંઠા હતી. કાલે ફોન પર વાત કર્યા પછી કંઇક અલગજ સંવેદના થઇ રહી હતી એ માંબાબાને પગે લાગીને માં ને કહીને ઓફીસ જવા માટે નીકળી ગઇ. પાપા સવારથી કામે જવા નીકળી ગયાં હતાં. એક્ટીવા ચલાવતાં ચલાવતાં સ્તુતિ એજ વિચારોમાં હતી. સ્તવન પાસે મળીને આજે બધું કામ સમજી લેશે પણ એમનો અવાજ કંઇક જુદી અનુભૂતિ આપી રહેલો. કેવા હશે ? ત્યાં વિચારોમાં ને વિચારોમાં ઓફીસ પહોચી ગઇ. સ્તુતિનાં પગમાં કંઇક અનોખી ત્વરા અને તરવરાટ હતો. એ રીસેપ્નીસ્ટ કામીની પાસે ગઇ અને હલ્લો ગુડમોર્નીંગ કહ્યું. કગામીનીએ સમાચાર આપ્યા કે