"આસ્તિક" અધ્યાય-26 હવનયજ્ઞની જવાળામાં પૂર્ણાહૂતિ સમયે સ્વયં જરાત્કારુ ભગવન પ્રગટ થાય છે. આસ્તિકને વિજયી થવાનાં આશીર્વાદ આપે છે માં જરાત્કારુ ભગવનને જોઇને આનંદ પામે છે. સાથે સાથે વિહવળ થાય છે તેઓ આક્રંદ કરે છે અને કહે છે સ્વામી તમે આશ્રમે આવો આમ કેમ સમય વ્યતીત થશે ? ભગવન જરાત્કારુ કહે છે હું સૂક્ષ્મ તમારી સાથેજ છું પળ પળ આસ્તિક અને તમને જોઇ રહ્યો છું પણ હવે ભાગ્યની લકીરો હું બદલી શકું એમ નથી પણ હું એક દિવસ જરૂરથી આવીશ. મારો દીકરો આસ્તિક એનાં કુળને બચાવવાનું કાર્ય પુરુ કરશેજ. તમે નિશ્ચિંત રહો. વાસુકીનાગ અને અન્ય નાગ સેવકો હાથ જોડીને એમનાં દર્શન કરીને