મૃત્યુ દસ્તક - 8

  • 3.2k
  • 1.6k

ડો.રજત તો એટલા ડરી જાય છે કે તે બધા ને અહી થી જ પાછા ફરવાનું જણાવે છે અને પોલીસ ને કેસ સોંપવાનું વિચારે છે. બધા ખૂબ ઉતાવળ માં પાછળ ફરે છે. એવા માં અચાનક ખુશી ડો.રજત નો હાથ પકડી ને તેની તરફ ખેંચે છે. જેવા તે તેની તરફ ફરે છે એકદમ થી તેનુ ગળું પકડી ને એક કબાટ સાથે દબાવી દે છે. એકદમ ભયાનક અવાજ સાથે બોલે છે,‘મારા ઘરે આવી ને એમ જ પાછા જતા રહેશો તમે લોકો?’ નેહા અને તપન ની સામે જોઈ ને ખૂબ ગુસ્સા માં બોલે છે, ‘મે તમને લોકો ને ચેતવણી આપી હતી પણ છતાં તમે ન સુધર્યા,