ગલતફેમી - 5

(12)
  • 3.2k
  • 1.8k

"ના, તું તો વનિતા ને યાદ કરતો હોઈશ... હું તો બસ તને જ યાદ કરું છું!" પાર્થને થોડું હસવું આવી ગયું કે હજી પણ રિચા ની વ્યંગ્ય કરવાની આદત ગઈ નહોતી! "જો, પહેલી વાત તો એ કે તું પહેલાં સાજી થઈ જા! જો પ્લીઝ મારી માટે, હું તને પહેલાંની જેમ જોવા માંગુ છું!" પાર્થે કહ્યું. "ના, મારે સાજુ નહિ થવું... મારે તો..." એ અશુભ બોલે એ પહેલાં જ પાર્થે કહી દીધું - "ઓ બસ હવે! એક શબ્દ પણ બોલી છે ને તો કાલે તો આવું જ છું!" "હા, મરી જ જઈશ હું! હું તો મરી જ જવાની છું! તારા વિના