મૃત્યુ દસ્તક - 1

(18)
  • 5k
  • 2
  • 2.6k

(ટક… ટક… ટક…)દરવાજા પર કોઈ ના ટકોરા પડ્યા તેવો અવાજ સાંભળતાં ની સાથે જ નેહા ઊભી થઈ અને દરવાજા તરફ જઈ ને સ્ટોપર ખોલી.દરવાજો ખુલતા ની સાથે જ ખુશી તેના રૂમ માં દાખલ થઈ અને બોલી..‘ તું એકલી જ છે? નીયા ક્યાં ગઈ?’‘ તને શું લાગે છે ક્યાં ગઈ હશે?’ કટાક્ષ ભર્યું સ્મિત આપી ને નેહા એ જવાબ આપ્યો.‘ હા, ભૂત નું ઘર આંબલી, જય ના રૂમ પર જ હશે’‘ખુશી, તું અત્યારે મારા રૂમ માં શા માટે આવી છે કઈ કામ હતું તારે’ ઉત્સુકતા પૂર્વક નેહા એ પૂછ્યું.‘ ના…રે.., હું તો વાંચી વાંચી ને કંટાળી ગઈ હતી તો થયું કે