ગલતફેમી - 1

(17)
  • 5.7k
  • 1
  • 2.9k

"વનિતા પણ હશે ને! એની સાથે વાત કર ને!" રિચાએ સ્વાભાવિક જ કહ્યું. "અરે, એની સાથે વાત નહિ કરવી એટલે જ તો તને કોલ કર્યો!" પાર્થે કહ્યું. "કેમ, સામે હોય તો વાત પણ નહિ કરતો તું તો..." રિચા એ ફરિયાદ કરતા કહ્યું તો પાર્થને ખ્યાલ આવ્યો કે છેલ્લા એક દિવસથી પોતે બહુ જ બીઝી હોવાથી એણે કોઈના પણ માટે ટાઈમ જ નહોતો! ઈવન હમણાં પણ તો એ શાકભાજી લાવવાનાં કામથી જ આવ્યો હતો! "અરે, કરું તો છું વાત!" પાર્થે લગભગ એવી રીતે કહ્યું જાણે કે કામ કરવા છત્તાં બોસ તાણા મારતો હોય! "રહેવા દે હવે, જ્યારે જોઈએ ત્યારે વનિતા પાસે