તારાઓનું જીવનચક્ર અવકાશમાં રહેલાં હાઈડ્રોજન વાયુ અને ધૂળનાં મહાકાય વાદળો જ્યારે પોતાનાં જ ગુરુત્વાકર્ષણને કારણે સંકોચાતા જાય છે ત્યારે સંકોચનની સાથે સાથે તેમનું તાપમાન ઉત્તરોત્તર વધતું જાય છે. એક સમયે આવાં કોઈ વાદળનાં કેન્દ્રિય ભાગનું તાપમાન એટલું બધું વધી જાય છે કે તેમાં રહેલાં હાઈડ્રોજનનાં પરમાણુઓ વચ્ચે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે અને આ પ્રક્રિયાઓને લીધે પુષ્કળ પ્રમાણમાં ઊર્જા અને પ્રકાશ ઉત્સર્જાવા લાગે છે. અને આની સાથે જ તારાનું જીવનચક્ર શરૂ થાય છે. ગુરુત્વીય સંકોચન અનુભવતાં આણ્વિય વાદળનાં કુલ દળને આધારે આપણાં સૂર્યનાં દળનાં 0.08 ગણાં