ધૂપ-છાઁવ - 22

(31)
  • 5.1k
  • 1
  • 3.5k

આપણે પ્રકરણ-21 માં જોયું કે અપેક્ષાની સાથે કેટલું ખરાબ વીત્યું હશે..?? જેને કારણે તેની આ દશા થઈ છે..!! વગેરે પ્રશ્નો ઈશાનને મૂંઝવી રહ્યા હતા. સાંજ પડતાં સ્ટોર બંધ કરવાનો સમય થતાં જ અર્ચના અપેક્ષાને લેવા માટે આવી ગઈ હતી. નાના બાળકને શીખવાડવામાં આવે તેમ અર્ચનાએ અપેક્ષાને ઈશાનને " બાય " કહેવા માટે સમજાવ્યું. અપેક્ષાએ હાથ હલાવીને ઈશાનને "બાય" કહ્યું અને અર્ચના અને અપેક્ષા બંને નીકળી ગયા. ઈશાન પણ જાણે એકલો પડી ગયો હોય તેમ બે મિનિટ થંભી ગયો અને ચૂપચાપ બસ અપેક્ષાને વિદાય થતી જોઈ રહ્યો અને પછી સ્ટોર બંધ કરીને ઘર તરફ રવાના થયો. મમ્મી-પપ્પા સાથે બેસીને જમવાનું જમ્યા