પુનર્જન્મ - 7

(23)
  • 5.5k
  • 1
  • 3.5k

પુનર્જન્મ 07 બપોરના ચાર વાગવા આવ્યા હતા. અનિકેતનો આખો દિવસ જરૂરી ચીજવસ્તુની ખરીદીમાં ગયો હતો. ફોર બાય ફોર જીપ સરળતાથી શહેરથી દુર સરકી રહી હતી. એ એના ગામ તરફ જઈ રહ્યો હતો.એના ઘર તરફ. જ્યાં એનું હદય ઘાયલ થયું હતું એ તરફ. પોતાના અસ્તિત્વને પ્રસ્થાપિત કરવા. પોતાના માતા પિતાના ઋણને ચૂકવવાની કોશિશ કરવા. જેમ જેમ ગામ નજીક આવતું ગયું એમ એમ એના હદયમાં એક અજબ સંવેદન થતું ગયું. અઘરું હતું. પોતાના અસ્તિત્વને પ્રથાપિત કરવાનું. મન થયું પાછો વળી જાઉં. કોઈ અજ્ઞાત સ્થળે જતો રહું. પણ એમ ભાગવા