પુનર્જન્મ 06 સવારે અનિકેત ઉઠ્યો. તૈયાર થઈ અરીસા સામે ઉભો રહ્યો. ડાર્ક ગ્રે કલરનું જીન્સનું પેન્ટ , ગ્રે કલરનો બેલ્ટ , ગ્રે કલરના શૂઝ , ઉપર વ્હાઇટ શર્ટ , હાથમાં ઘડિયાળ. મોબાઈલ લઈ એણે શર્ટના ગજવામાં મુક્યો. એક લેધર પર્સ ગજવામાં મુક્યું. અને અરીસામાં એ પોતાને જોઈ રહ્યો. જેલમાં જવાથી ચહેરાની કુમાશ સ્હેજ ઓછી થઈ હતી. પણ વાંકડિયા લાંબા વ્યવસ્થિત વાળ કપાળ પર લહેરાતા હતા. અનિકેત તમામ રૂપિયા સાથે લઈને નીકળ્યો. એ હોટલ પર રૂપિયા રાખવાનું ઉચિત સમજતો નહતો. એણે રાત્રે ખૂબ વિચાર્યું હતું. એને એક વસ્તુ