ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 30 - અંતિમ ભાગ

(58)
  • 6.9k
  • 2
  • 2.5k

ભાગ 30 અંતિમ ભાગ કેવડિયા કોલોની, ગુજરાત અફઝલ પાશાના આદેશને માન આપી નવાઝ, વસીમ અને બાકીના ત્રણેય સ્લીપર્સ સેલ દ્વારા પોતાની જાનનું જોખમ હોવા છતાં બૉમ્બ બ્લાસ્ટ કરવામાં નહોતો આવ્યો, એ વાત ભારતીય સુરક્ષાકર્મીઓ માટે એકરીતે રાહતની વાત હતી. કેમકે જો એમાંથી એક-બે પણ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં સફળ રહ્યા હોત તો સેંકડોની સંખ્યામાં લોકો એની અસર નીચે પોતાના પ્રાણ ગુમાવી ચૂક્યા હોત. અર્જુને જ્યારે નવાઝને પોતાની પકડમાં લીધો ત્યારે એને એવી આશા હતી કે નવાઝ જોડેથી તેઓ અફઝલ ક્યાં છે? અને એમની યોજના શું હતી? આ સવાલોના જવાબ મેળવી લેશે..પણ, નવાઝે ઓચિંતા જ સાઈનાઇડ ખાઈને આત્મહત્યા કરી લેતા અર્જુન સહિત