હિયાન - ૧૫

(14)
  • 3.1k
  • 1
  • 1.3k

હિયા તે બંને ને સવાલો કરતી હોય છે પણ બે માંથી એકપણ વ્યક્તિ જવાબ આપતી નથી. "હિયા એ લોકો શું બોલવાના? તને હકીકત દેખાતી નથી? આવા માણસ પર આટલો પણ ભરોસો ના કરાય. તદ્દન શરમ વિનાના છે. ચાલ અહીંયાથી હવે અહીંયા રોકાવું પણ મરવા જેવું લાગશે." હિયાની મામી વચ્ચે જવાબ આપે છે."મામી તમે પ્લીઝ જરા શાંતિ રાખશો? હું આ લોકો સાથે વાત કરી રહી છું ને? તમે હવે વચમાં બોલશો નહિ." હિયા થોડા ગુસ્સા સાથે બોલે છે. "વાહ. એક તો આ લોકોએ ખરાબ કામ કર્યું અને ઉપરથી મારા પર ગુસ્સો કરે છે. યાદ રાખજે હવે તારું અહીંયા કોઈ નથી. તારે અમારી પાસે