લવ બાઇટ્સ - પ્રકરણ-50

(118)
  • 6.2k
  • 4
  • 3.8k

લવ બાઇટ્સપ્રકરણ-50 સ્તવન આશા મયુરનાં ઘરે આવેલાં મીહીકાનાં ઘરમાં તથા સ્તવન વગેરેને તેડાવ્યા હતાં. સ્તવન આશા છેક સાંજ સુધી ઘરમાં વાતોજ કરતાં રહ્યાં. ઘરનાને ખૂબ આનંદ હતો કે છોકરાઓ એકબીજા માં ખૂબ હળીભળી ગયાં છે. ઇશ્વરે જોડી ખૂબ સરસ બનાવી છે વળી સ્તવનની પ્રગતિ ટૂંક સમયમાંજ આંખે ઉઠીને વળગે એવી હતી. ભંવરી દેવીએ આજે એજ વાત કાઢી હતી કે અમે કાલે રાણકપુર જઇને પાછા આવીશું 2 દિવસ પછી હોલી-ધૂળેટી આવે છે છોકરાઓનો વિવાહ પ્રસંગ ઉકેલવાનો છે એની તૈયારી આમ તો થઇ ગઇ છે પણ એકવાર રાણકપુર જઇને તરતજ પાછા આવીએ. આશા પણ ધૂળેટીનાં દિવસની રાહ જોઇ રહ હતી કે વિવાહ