હાઇવે રોબરી 02 સામેની ગાડીમાં સિક્યુરિટી ગાર્ડ રતનસિંહ હતો..જે જવાનસિંહને જી.પી.એસ.થ્રુ એમની ગાડી નું લોકેશન મોકલતો હતો. વસંત , જવાનસિંહ અને રતનસિંહ ત્રણે એકબીજાને ઓળખતા હતો. પણ જ્યારે આ કામનું આયોજન કર્યું ત્યારે તેમા વસંત અને જવાનસિંહ જ મુખ્ય આયોજક હતા. જવાનસિંહે બધી જવાબદારી પોતાના ઉપર લીધી હતી. અને રતનસિંહ અને બીજા બે સમાજ થી તરછોડાયેલા યુવાનો ને તેમાં સામેલ કર્યા. કોઈપણ સ્ટ્રેટેજી વસંત તૈયાર કરતો અને જવાનસિંહને કહેતો. પછી જવાનસિંહ બધાને સ્ટ્રેટેજીની જરૂરી વાતો કહેતો. જવાનસિંહ બધાને ઓળખતો અને બધા જવાનસિંહને ઓળખતા. પણ વસંતને ફક્ત જવાનસિંહ જ ઓળખતો. રતનસિંહ વસંતને