દાન પેટી..... (કાલ્પનિક વાર્તા..)દિનેશ પરમાર' નજર' ***********************************એક સંશય આપણી વચ્ચે રહે છે, ભય વગર ભય આપણી વચ્ચે રહે છે. તેજ જેવા તેજનો પર્યાય પોતે - થઈ તમસ-મય આપણી વચ્ચે રહે છે -કરશન દાસ લુહાર ***********************************અમરાપુર એક ઐતિહાસિક નગર તરીકે જાણીતું હતું.આ નગરની પૂર્વમાં મધુમતી નદી આવેલી હતી. અને પશ્ચિમ તરફે દૂર દુર સપાટ મેદાનો અને દૂર દેખાતી ઝાંખી પર્વતમાળા અલૌકિક લાગતી હતી.આ નગર જિલ્લાના સીમાડે આવેલું હતું.નગરમાં દરેક પ્રકારના લોકો સંપીને રહેતા હતા. નગરની મધ્યમાં જુના જમાનાનો વૈભવશાળી પરંતુ જર્જરિત કિલ્લો આવેલો હતો. તેની બહાર કોટને અડીને વર્ષો પુરાણું મંદિર આવેલું હતું. ત્યાંથી બંને તરફ