ઈશ્વર એટલે પપ્પા

  • 2.1k
  • 1
  • 686

ખુદ માટે ખાલીખમ અને પરિવાર માટે છલોછલ છે, પપ્પાપ્રિય પરિવારજનો,ON THE EVE OF HAPPY FATHER’S DAY – 20 JUNE 2021સૂરજનો તાપ છે અને ભીતરનું અજવાળું છે. હિમાલય જેવું અડીખમ વ્યક્તિત્વ અને પરિવારનો પરમેશ્વર છે. ચંદન જેવી કાર્યશીલતા, પોતે ઘસાઈને હંમેશા બીજાને સુવાસ પ્રદાન કરી છે. ટાઢ, તડકો અને વરસાદ હોય તો પણ પરિવારના સાદ ને સદૈવ પ્રાથમિકતા આપી છે. પરિશ્રમ અને પડકારોનો સામનો કર્યો છે, તે પિતાજી, બાપુજી, પપ્પાજી...બહારથી વજ્ર સમાન અને અંદરથી કોમળ. બધાના દુઃખ પોતાને માથે ઓઢી લે અને પોતાનું દુઃખ જાહેરમાં પ્રદર્શિત કરવાને બદલે અંધારી રાત ના ખૂણે ખાનગીમાં એકલતાનો લાભ લઈને તકિયાને ભીંજવતો આ બાપ કદી