કાવ્ય 01છુક છુક રેલ ગાડી....પીપ....પીપ....પીપ...વ્હિસલ વગાડતી ધુમાડા ઉડાડતીછુક .. ભક.. છૂક ..કરતી આવતી રેલ ગાડીટણ... ટણ... ટણ... ટણઘડિયાળ માં પડતાં ડંકા ચારપ્લેટફોર્મ ઉપર મચતી દરરોજ દોડધામગાડી આવી... ગાડી આવી..બૂમો પાડતીકુલી ને મુસાફરો માં ધમાલ મચતીજગ્યા રોકવા ભાગાદોડી થતીજગ્યા મળતા બેઠતા પગ વાળીગાડીમાં હતા લાકડાના બાંકડા છતાં લાગતા વ્હાલાંમામા ઘેર જવા ઉતાવળ વધતી ગાડી માં બેસતાબારી માંથી આવતી ઠંડી હવા મસ્ત મજાનીકોલસા નાં એન્જિન નાં ધુમાડા ની સુગંધ આવતી કઈક અલગ નિરાળીરસ્તા માં આવતા નાના નાના સ્ટેશન ઘણાભજીયા, સમોસા, વડા, ખમણ ને પુરીશાક વખણાતા નાસ્તા જુદા જુદા દરેક સ્ટેશનના ગામે ગામ ના મુસાફર મળતા અનોખામજા આવતી મુસાફરો જોડે વાતો કરવાનીછુક ..છુક ..અવાજ કરતી ગાડી