હિયા બધા ઘરવાળાને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તે દુઃખી નથી. તે ખુશ છે એવું બતાવે છે પણ બધા તેની હસી પાછળનું દુઃખ ઓળખી ગયેલા હોય છે. જ્યારથી આયાન એ બીજી છોકરી સાથે લગ્ન કર્યા ત્યારથી હિયા આયાનના ઘરવાળા સાથે જ રહે છે. અને આયાન એની પત્ની સાથે બીજા શહેરમાં જતો રહે છે. અને આ લગ્નને એક વર્ષ થવા આવ્યું હોય છે. હિયા આયાનને મળવા જવા માટે જીદ કરતી હોય છે અને બાકીના ઘરવાળા તેને ન જવા માટે મનાવતા હોય છે."પપ્પા મમ્મી હું તમારું કશું નથી સાંભળવાની. હું આજે આયાનના ઘરે જઈ રહી છું. અને સાચું કહું તો તમારે હવે