પ્રતિક્ષા પ્રકરણ-5 “તારાં ધણી અને છોકરાંને જીવતાં જોવા હોય...!” “હું ફરી ફોન કરું ત્યારે....તું તારાં ઓલાં બેન્કવાળાં “હીરો” જોડે મારી વાત કરાય...! સમજી...!?” “પોલીસ-બોલીસની કોઈ ચાલાકી ના જોઈએ...! નઈ તો સવાર સુધીમાં બેયની લાશ કેનાલમાં તરતી હશે....! સમજી સાલી.. હલકટ...!” ધમકી આપીને સામેવાળાએ ફોન કટ કરી દીધો હતો. પરંતુ પ્રતિક્ષાના કાનમાં એ ધમકીભર્યા અવાજનાં એ શબ્દો પડઘાઈ રહ્યાં. સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવાં છતાય પ્રતિક્ષાનું માથું ચકરાઈ રહ્યું હતું. કેમેય કરીને તેણીને કળ નહોતી વળી રહી. “હું ફરી ફોન કરું ત્યારે....તું તારાં ઓલાં બેન્કવાળાં “હીરો” જોડે મારી વાત કરાય...! સમજી...!?” પોતાનાં વિચારો ઉપર કાબૂ કરવાં