ઘોસ્ટ લાઈવ - ૩

  • 4.2k
  • 1
  • 1.4k

ઉપર નજર પડતા જ રાજીવએ પોતાનું બધું જ જોર લગાવી પ્રવીણને નીચે ખેંચ્યો,બન્ને ભાગ્યા,મેજની ઉપર રહેલી છત પર ઊંધા પગે ચાલતું ભયાનક પ્રાણી બન્નેએ જોયું,એકનજરમાં તો ડાયનાસોર જ લાગે.પરંતુ એ ડાયનાસોર નહોતો. પાછળ ઉપસી આવેલા તીક્ષ્ણ ધાર વાળા હાડકા વાળી વાંકી પૂછડી હતી. ૧૨ ફૂટ લાંબુ એનું શરીર હતું.આંખો લાલચોળ અને મોઢાની બહાર નીકળેલા એના દાંત હતા.બન્ને ભાગ્યા,આગળનો દરવાજો બંધ હતો.પ્રવીણ ચલ પાછળના દરવાજે, હા હા....રાજીવએ પોતાની બેગ નાખી દીધી અને કેમેરો ગળાથી પટ્ટા વડે લટકાવી દીધો અને મહેલના પાછળના દરવાજે ભાગ્યા,મહેલ મોટો હતો અને તેમાં પણ દરવાજો કયો બહારનો નીકળે છે તે શોધવું મુશ્કેલ હતું.છતાં બન્ને હાર માન્યા