ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 29

(20)
  • 4.1k
  • 1.6k

ભાગ 29 કેવડિયા કોલોની, ગુજરાત શેખાવત અને એમની સાથે મોજુદ તમામ સદસ્યો આજે દેશ માટે કંઈક કરી દેખાડવાના ઝનૂન સાથે આતંકવાદી ટોળકીની પાછળ લાગેલા હતા. પોતાનો પીછો થઈ રહ્યો છે એ વાતથી અજાણ નવાઝ, વસીમ અને બાકીનાં ત્રણેય સ્લીપર્સ સેલ પોતાના આકા એવા અફઝલના હુકમની રાહ જોઈ રહ્યા હતા. અફઝલના આદેશ મુજબ એમાંથી કોઈને પણ અફઝલના જણાવ્યા પહેલા કોઈ જાતનું ઉતાવળિયું પગલું ભરવાનું નહોતું..આથી એમાંથી કોઈપણ ઈચ્છવા છતાં કંઈ કરી શકે એમ નહોતો. શેખાવત સતત સીસીટીવી રૂમમાં હાજર નગમા જોડે પણ કોન્ટેક્ટમાં હતા..નગમા જોડેથી જ તેઓ જાણી શક્યા હતા કે આ પાંચેય જાકીટધારી વ્યક્તિમાંથી કોઈ અફઝલ પાશા નથી..કેમકે, અફઝલના ચહેરાથી