ડોક્ટર ની કલમે - ભાગ 2

(17)
  • 4k
  • 1
  • 1.5k

1)ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું, પોતાના શાળાના સમયના ખાસ મિત્રો મોટા ઉધોગપતિઓના ઠાઠમાં આવ્યા હતા, અને પોતે એક વેઈટરના રૂપમાં... સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા.ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા .. અને બાકીના બે લેપટોપ પર... કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડા