બળતી બપોરે ચાની દુકાન પર હાથમાં ચાનો કપ લઈને બેઠેલી છોકરી જાણે તેની સપનાની સૌથી જુદી દુનિયામાં ખોlવાયેલ હોય તેમ બેઠી હતી. અજાણ્યું ગામ, અજાણ્યા લોકો અને અજાણી બની ગયેલ આ છોકરી થોડી વાર ત્યાં જ બેઠી હતી. આજ સુધી સૌથી વધુ હેરાન અને સહન કરી રહેલા એવા મધ્યમ વર્ગીય ઘરમાં ઉછેર થયેલો પરંતુ સમજતી નહોતી દુનિયાને એટલે કદાચ હવે જિંદગીભર દુનિયાને સમજવા ઘર મૂકી નીકળી હતી. ઈદના ચાંદ જેવું મુખડું, તારા જેમ ટમટમે તેમ આંખોના પલકારા ઝબકાવતી અને શાંતિ ભર્યો સ્વભાવ ધરાવતી ઈતાશા.સાદું આછા પીળા રંગનું ટિશર્ટ , કાળા રંગનું જિન્સનું પેન્ટ પહેરેલું, આંખો નાની, સૌથી વધુ આકર્ષક કરતું