"એકલતાના ચટકા ખાઈ, ચડે અંગે અંગ ચીડ.જાતને સધિયારો આપે એ, માણસની અડાબીડ ભીડ." સી.ડી.કરમશીયાણી************************ વૈશાખ મહિનો એટલે લગ્નની મોસમ પુર બહારમાં ખીલતી મોસમ. બે મહિના અગાઉ બજારો માં દર દાગીના..કપડાં -લતા ને નવી ફેશન પ્રમાણે પાનેતર પસંદ કરવા ગામડેથી શહેર માં આવેલા સ્વસુર પક્ષના સભ્યો સાથે સાદા વસ્ત્રો માં આવેલ લાડીઓ ના ઘેરા..ટોળા એક દુકાનેથી બીજી દુકાનમાં સતત ધસારો કરતા દ્રશ્યો જોવા એ એક લ્હાવો હતો...ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યો આવા અવસરોમાં પણ છુપાયેલા છે જે સામાજિક મૂલ્યો ને ઊંચે લઈ જાય છે..અખાત્રીજ ના વગર જોયે મુહરત