લીલો ઉજાસ - પ્રકરણ - ૪ - મનીષાને બોલતી કરે તેવું કોણ? - દિવ્યેશ ત્રિવેદી

(15)
  • 3.8k
  • 1.7k

મનહરભાઈ અને પિનાકીનભાઇ ભારે હૈયે ડૉક્ટરની ચેમ્બરની બહાર આવ્યા. હવે બીજા ચોવીસ કલાક રાહ જોવાની હતી. બંને બહાર આવ્યા ત્યારે જનાર્દનભાઈ બહાર ઊભેલા હતા. ત્રણે જણ નજીકના એક બાંકડા પર બેઠા. વાતાવરણમાં ગરમી નહોતી. છતાં મનહરભાઈને કપાળ પર પરસેવો હતો. થોડીવારે જનાર્દનભાઈ બોલ્યા, “તમે બંને અંદર ડૉક્ટર સાથે વાત કરતા હતા ત્યારે મેં જુનિયર ડૉક્ટર સાથે વાત કરી. એમનું કહેવું એવું છે કે આવા કેસમાં ૪૮ કલાક નહિ. પરંતુ મોટે ભાગે ૭૨ કલાક જેટલી રાહ જોવી પડે છે. એમની દ્રષ્ટિએ બહુ ચિંતા કરવા જેવું નથી. કોઈક અપવાદરૂપ કિસ્સામાં દર્દીના જ્ઞાનતંતુઓ પર અસર થતી હોય છે...” “પણ એ