મારા કાવ્યો - ભાગ 10

  • 4.7k
  • 1.6k

પ્રકાર:- કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે મિત્રો.ખૂબ લાંબા સમયગાળા પછી ફરીથી મારા રચેલ થોડા કાવ્યો લઈને આપની સમક્ષ રજુ કરું છું. આશા રાખું છું કે તમને પસંદ પડશે. પુસ્તક - મારું વફાદાર મિત્ર મારો સૌથી વફાદાર સાથી એટલે મારા પુસ્તકો. મારી એકલતાનાં સાચા સાથી એટલે મારા પુસ્તકો. મારા પથદર્શક મિત્રો એટલે મારા પુસ્તકો. મારો ક્યારેય સાથ ન છોડનાર મિત્રો એટલે મારા પુસ્તકો. મને નિરાશામાંથી બહાર લાવનાર મિત્રો એટલે મારા પુસ્તકો. મારુ જ્ઞાન વધારનાર મિત્રો એટલે મારા પુસ્તકો. માતા પિતા સિવાય મારામાં સંસ્કારોનું સિંચન કરનાર મિત્રો એટલે મારા પુસ્તકો. રોજનીશી - અંગત રહસ્યનો ખજાનો લખતાં તો લખાઈ જાય રોજનીશી,