એક પૂનમની રાત - પ્રકરણ-18

(134)
  • 8.5k
  • 4
  • 5.7k

એક પૂનમની રાત પ્રકરણ-18 પેલી યુવતીનાં પ્રેતને દેવાંશને કહ્યું મારી સદગતિ કરાવતાં પહેલાં તારી બહેનની કરાવ એણે તારાં ખાસ મિત્ર મિલીંદને મારી નાંખ્યો અને બિહામણું રૂપ કરીને અદશ્ય થઇ ગઇ. મીલીંદના અપમૃત્યુ માટે મારી બહેન જવાબદાર છે ? એણે પેલી યુવતીનાં પ્રેતને બૂમ પાડી...ઓ... એય તું ક્યાં જાય છે મને સાચી વાત સમજાવ હું ખાસ એનાં જ માટે આવ્યો છુ. આમ તારી તડપ અને તારાં આં પ્રેત યોનીનું નીવારણ હું કાઢીને રહીશ. તું મારાં મિત્રનાં અકસ્માતે થયેલાં મૃત્યુ માટે મારી દીદીનું નામ કેમ લે છે ? થોડીવાર પાછી બધે શાંતિ પથરાઇ ગઇ. દેવાંશ એની હાજરીથી થોડો ગભરાયેલો જરૂર પણ હવે એને