નીલમ સંજીવ રેડ્ડી

  • 5.8k
  • 1.9k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મહાનુભાવોની મુલાકાત યાત્રા આગળ વધારતાં આજે મળીશું સ્વાતંત્રય સેનાની, ભારતનાં છઠ્ઠા રાષ્ટ્રપતિ અને આંધ્ર પ્રદેશનાં પ્રથમ મુખ્યમંત્રી એવા શ્રી નીલમ સંજીવ રેડ્ડીને. તેમનો જન્મ 19 મે 1913નાં રોજ આંધ્રપ્રદેશ રાજ્યનાં અનંતપુર જિલ્લાનાં ઈલ્લુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિન્નપ્પા રેડ્ડી હતું. તેમનાં પત્નીનું નામ નીલમ નાગારત્નમ્મા હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ મદ્રાસની થિયોસોફિકલ હાઈસ્કુલમાં થયું હતું. સ્નાતક અભ્યાસક્રમ માટે તેઓ મદ્રાસ યુનિવર્સીટીની સાથે જોડાયેલ અનંતપુર ગવર્મેન્ટ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઈ. સ. 1958માં શ્રી વેંકટેશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા તેની સ્થાપના કરવામાં આપેલ યોગદાન બદલ શ્રી નીલમનું ડૉક્ટર ઑફ લોની પદવી આપી સન્માન કરવામાં આવ્યું.