લીલો ઉજાસ - પછી? - આમુખ - ડૉ. સ્મિતા ત્રિવેદી

(12)
  • 4.3k
  • 2
  • 2k

કોઈક ગહન અનુભૂતિનો અહેસાસ થઇ રહ્યો છે. અને સાથે કોઈ કઠિન પરીક્ષાનો સામનો કરી રહી હોઉં તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે. ૧૨-૦૯-’૦૨ની સવારે દિવ્યેશે અંતિમ શ્વાસ લીધા. એ પછી તેઓની સૂક્ષ્મ હાજરીનો ઉજાસ હંમેશાં મારી આસપાસ રહ્યો છે. તેઓ મારા માટે હંમેશાં પ્રેરણા અને વિકાસના સ્રોત રહ્યા છે. અત્યારે પણ હું આ લખી રહી છું ત્યારે આ લેખનકાર્યમાં તેઓ જ સહાય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સદ્ગતિ (પ્રથમ નવલકથા) બાદ ‘લીલો ઉજાસ’ પણ સમભાવ’ દૈનિકની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થઈ. અત્યારે તે પુસ્તકાકારે પ્રગટ થઈ રહી છે. અને તેની પ્રસ્તાવના લખી રહી છું ત્યારે સ્વાભાવિક રીતે