(આગળ આપણે જોયું કે-મીરાં ઍકસિડન્ટ માં પોતાની યાદદાસ્ત ખોઈ બેસે છે. તે ના કોઈ ને ઓળખે છે. ના તેને કંઈ યાદ છે. હવે આગળ....) મીરાં બધું ભૂલી જાય છે. તે ઘણું યાદ કરવા મથે છે પણ યાદ ના આવવાથી તે થાકીહારીને સૂઈ જાય છે. તેને એક સપનું આવે છે. એ સપનામાં- 'અંધારી રાતમાં, જયાં ચકલુ પણ ના ફરકે એવી જગ્યાએ એક છોકરી દોડે જાય છે. તે થાકી હોવા છતાં તે દોડે જ જાય છે. તેની પાછળ અમુક લોકો પણ દોડે છે. તેને પકડવા મથે છે પણ પકડમાં આવતી નથી. આખરે બસસ્ટેન્ડ બાજુ ની ઝૂંપડપટ્ટી ના સૂમસામ રસ્તા પર પડી જાય છે. તે