કાવ્ય 01દહન કોણ કરે..??ઈચ્છા છે બધા ને રામ બનવાનીપણ પોતાની અંદર છુપાયેલાંરાવણ નું દહન કોણ કરે ??બનવુ છે દરેક ને શિવ પણ ગળા નીચેઝેર નાં ઘૂંટડા કોણ ઉતારે ??થવું છે લોકો ને કૃષ્ણ પણ અર્જુન નો સારથીઅહી કોણ બને ???થવું છે બુદ્ધ મહાવીર પણ અહી સમતા ભાવ, શાંતીભાવ કોણ રાખે ??થવું છે ચક્રવતી અશોકપણ એક ઝાટકે કરૂણા ધરીઅહમ અહી કોણ છોડે ??દેશ આજે ઇચ્છે ગાંધીજી નેપણ અંદર નાં ગોડસે ને કોણ મારે ??પ્રજા ઈચ્છે છેભ્રષ્ટાચાર મુક્ત ભારતપણ શોર્ટ કટ અહીં કોણ છોડે ??કાવ્ય 02અજવાળું...આગિયા ને ચમકવું હોય અંધારામાંક્યાંથી કદર હોય એને અજવાળાનીઅજવાળું થતા ખોવાય આગિયા ઊંઘ માંથી સળવળાટ કરી જાગે દુનિયા ઉજાસ થતા ચારેકોર અજવાળાથી સુંદર લાગે આજુબાજુ