પૈડાં ફરતાં રહે - 14

  • 2.2k
  • 962

14 નાથગીરીએ તો સિંહ જેવું કામ કરેલું. પોતે સળગતા અગનગોળા જેવી બસમાં કૂદીને દસબાર હજારની કેશ પણ બચાવેલી અને સો જેટલી અણમોલ જાન. ભાવનગરમાં ચેનલો એનો ઇન્ટરવ્યૂ લેવા હોસ્પિટલ પહોંચી. ત્યાંના સત્તાવાળાઓએ ના પાડી દીધી. એસટીના ડિવિઝનલ કંટ્રોલર અને ખુદ વાહનવ્યવહાર પ્રધાન ફળદુ સાહેબ પણ પુષ્પ ગુચ્છ લઈને એના ખબર પૂછવા ગયા હતા. હું પોરસાયો. અમારો ખાસ દોસ્તાર. મને એક ફેરો સૌરાષ્ટ્રનો કરી ઘેર ઓફ માટે જવાનું હતું. જમીન તો ભાગીયાઓ ખેડતા હતા. બાપા ધ્યાન રાખતા બેઠા 'તા. પહેલાં તો અમારે મોટી જમીન હતી. પછી તમને કહીને શું કરું? અમે રાજપૂતો પણ ઈ જમીન માફીયાઓને પહોંચેલા નહીં. બાપા અને મારા