પૈડાં ફરતાં રહે - 10

  • 2.2k
  • 3
  • 1k

10 'તો પુત્રનાં લક્ષણ પારણામાંથી. છોકરાએ તો જબરી બહાદુરી બતાવી. ખૂબ આગળ આવશે.' જીવણ મા'રાજ બોલ્યા. 'જીવણકાકાએ પણ જબરી ડેરીંગ બતાઈ. પેલી રઈસ ફિલ્મમાં કહે છે મિયાંભાઈની ડેરીંગ. બામણભાઈની ડેરીંગ કહો. એ પણ આ ઉંમરે.' કાર્તિકે પ્રતિ વખાણ કર્યાં. 'કોઈ નાતનો હારા કે નરસા ગુણ પર ઇજારો નથ ઈ હું પોકારી પોકારીને કઉં સું. બાકી વખત આવે ભલભલાની ડેરીંગ ફૂટી નીકળે.' મેં કીધું. 'મારો છોકરો હોત તો કેવી હિંમત બતાવત એ ખબર નથી. આમ તો એને જીંદગીમાં પડે એવા દેવા શીખવ્યું છે.' જીવણ મારાજમાંનો બાપ બોલી ઉઠ્યો. 'અરે એણે તો પડતા પહેલાં જ દીધા. મારી બસમાં હતો. એક બાઈને ઘોર